બીઆરસી ભવન વિષે


 આ બ્લોગ બનાવવાનો એક માત્ર આશય - "આપ સૌને  ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે તે છે. શિક્ષકો, આચાયૅ, સી.આર.સી.કો-ઓડિૅનેટર મિત્રો પણ આ વેબસાઇટની મુલાકાત લેતા હોય છે. આ કારણથી શિક્ષકોને ઉપયોગી થાય તેવી બાબતો ને સમાવવાનો પ્રયાસ કર્યો છે 

માર્ગદર્શન ......
નોકરીના અંત સુધી શિક્ષકને  માર્ગદર્શન વગર ન ચાલે. મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે. અહી તમે શિક્ષણની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
પ્રેરણા .....
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને. પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં. એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશું.
મંથન .....
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી. વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે. જેમ દૂધમાંથી દહી - દહીમાંથી છાશ - અને છાશમાંથી માખણ નીકળી શકે તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.








હિતેષ પંચાલ
બી .આર .સી . કો .હિંમતનગર 
તાલુકો -હિંમતનગર


 

This free website was made using Yola.

No HTML skills required. Build your website in minutes.

Go to www.yola.com and sign up today!

Make a free website with Yola